ગુજરાત
News of Monday, 27th June 2022

26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે રાજપીપળામાં પોલીસ વિભાગ દ્વારા જાગૃતિ રેલી નીકળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 26 જૂન સમગ્ર વિશ્વમાં ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસે લાગતા વળગતા વિભાગો દ્વારા લોક જાગૃતિ માટે જુદા જુદા અભિયાન ચલાવવામાં આવતા હોય જેના ભાગરૂપે રાજપીપળા શહેરમાં SOG, નશાબંધી વિભાગ દ્વારા એક લોક જાગૃતિ રેલી નીકળી હતી આ રેલીમાં પોલીસ કર્મીઓ દ્વારા નશાબંધી બાબતના પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગ સાથે જિલ્લા સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા તરફથી ચેતનભાઈ પરમાર જોડાયા હતા જ્યારે જન કલ્યાણ સેવા સંઘ નાં બાબુભાઈ એ સહકાર આપ્યો હતો અને બર્ક ફાઉન્ડેશનનાં જ્યોર્જભાઈ પણ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.આ રેલી શહેરનાં મુખ્ય માર્ગ ઉપર ફરી જાગૃતિના પેમ્પલેટોનું વિતરણ કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો

(10:49 pm IST)