ગુજરાત
News of Friday, 27th May 2022

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં IPL ફાઈનલ મેચના પગલે અમદાવાદની હોટલો બની મોંઘી: ટિકિટોનું ધૂમ કાળાબજાર

સૌથી સસ્તી ટિકિટ 800 રૂપિયા પરંતુ ભારે માંગ વચ્ચે ચાહકો આ ટિકિટ માટે 8,000 રૂપિયા બ્લેકમાં ચૂકવવા તૈયાર: 1,500 રૂપિયાની ટિકિટ હવે 15,000 રૂપિયા સુધી પહોંચી

અમદાવાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ મેચ રવિવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે જેના પગલે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે ગુજરાત ટાઈટન્સની ફાઈનલમાં એન્ટ્રી થઈ છે જ્યારે બીજી ટીમ રાજસ્થાન છે

બીજી તરફ આ મેચ પહેલા ટિકિટોનું કાળાબજાર વેચાણ થઈ રહ્યું છે. આ ટિકિટો ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ટિકિટોની ભારે માંગને કારણે હવે ટિકિટની કિંમત કરતા 10 ગણી મોંઘી વેચાઈ રહી છે.સૌથી મહત્વની વાત એ છે કે લોકો આટલી ઊંચી કિંમત હોવા છતાં આ મેચ જોવા માંગે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મેચની સૌથી સસ્તી ટિકિટ 800 રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ ભારે માંગ વચ્ચે, ચાહકો આ ટિકિટ માટે 8,000 રૂપિયા બ્લેકમાં ચૂકવવા તૈયાર છે. જ્યારે 1,500 રૂપિયાની ટિકિટ હવે 15,000 રૂપિયા સુધી ખરીદવામાં આવી રહી છે.

જો કે, એક તરફ આ મેચની ટિકિટના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ ફાઇનલ મેચ જોવા માટે અન્ય શહેરોમાં આવતા લોકોના કારણે અમદાવાદથી આવતી-જતી ફ્લાઈટનું ભાડું બમણાથી પણ વધુ થઈ ગયું છે. એટલું જ નહીં શહેરની હોટલોમાં સતત વધી રહેલા બુકિંગને કારણે રૂમના દરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અહેવાલો અનુસાર, રૂ. રૂ.15 હજાર સાથે ડીલક્સ અને એક્ઝિક્યુટિવ રૂમનું બુકિંગ થઈ રહ્યું છે જેમાં સૌથી વધુ બુકિંગ મુંબઈ, પૂણે, દિલ્હી, બેંગ્લોરથી થયું છે.

(11:32 pm IST)