ગુજરાત
News of Friday, 27th May 2022

અમદાવાદ:વસ્ત્રાલમાં ત્રણ શખ્સોએ જાહેરમાં કપડાં ફાડી મહિલાની છેડતી કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: વસ્ત્રાલમાં સીટીએમ પાસેની સોસાયટીમાં રહેતી મહિલાની પડોશમાં રહેતા ત્રણ શખ્સોએ જાહેરમાં કપડાં ફાડીને છેડતી કરી હતી એટલું જ નહી ગાળો બોલાવાની ના પાડતા લાકડીથી ઢોર માર માર્યો હતો, હાલમાં બેભાન હાલતમાં મહિલા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  આ કેસની વિગત એવી છે કે વસ્ત્રાલમાં સીટીએમ ચાર રસ્તા પાસે આવેલી ે એક સોસાયટીમાં રહેતી ૩૫ વર્ષની મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા અજય, ગોપી અને આકાશ સામે ફરિયાદ નોંધાવી છે કે આ શખ્સો છેલ્લા કેટલાક સમયથી મહિલાના ઘર પાસેથી આવતા જતાં  મહિલા  સામે  ખરાબ દ્વષ્ટિથી જોતા હતા, ગઇકાલે બપોરે મહિલાના ઘર પાસે જોર જોરથી ગાળો બોલતા હતા મહિલાએ ગાળો બોલાવની ના પાડતા ઉશ્કેરાઇને મહિલાના પકડાં ફાડીને છેડતી કરી હતી.

(6:24 pm IST)