ગુજરાત
News of Friday, 27th May 2022

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ગાયે બાળકી સહીત સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:શહેરના નિઝામપુરા વિસ્તારમાં ગાયે ભેટી મારતા સિક્યુરિટીગાર્ડના હાથમા ફ્રેક્ચર અને સુંદરપુરા ગામની સાત વર્ષીય બાળકી ઉપર શ્વાને હુમલો કરી હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આમ વધુ બે નગરજનો રખડતાં પશુઓનો ભોગ બન્યા છે .

નવાયાર્ડ વિસ્તારમાં આવેલ અમર નગરમાં રહેતા 55 વર્ષીય મૂળજીભાઈ ગલાભાઈ ક્રિચ્યન સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નીઝામપુરા ચાર રસ્તા પાસે અચાનક ધસી આવેલી ગાયે તેમને ભેટી મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા હાથમાં ફ્રેકચર હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા નજીકના સુંદરપુરા ગામમાં ઘરની પાછળના ભાગે રમી રહેલી બાળકીને શ્વાને બચકુ ભરતા બાળકીનો અંગૂઠાનો આગળનો ભાગ તોડી નાખ્યો હોવાથી બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમા ખસેડાઈ હતી. બનાવની જાણ વાયુવેગે ગામમા ફેલાઈ જતા ગ્રામજનોમાં પોતાના નાના બાળકોને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો . ઉલ્લેખનિય છે કે, હરણી વિસ્તારના સવાદ ક્વાટર્સમાં ચાર દિવસ અગાઉ રખડતા શ્વાને પાંચ વ્યક્તિઓને બચકા ભર્યા હતા.

(6:21 pm IST)