ગુજરાત
News of Monday, 27th May 2019

સુરતની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના કેમ્પસમાં આગ

પેનલ બોર્ડમાં શોર્ટ સરકીથી આગ લગતા અફરાતફરી :ધડાકા ભડાકા થતા ડોક્ટરોએ મેઈન સ્વીચ બંધ કરી દીધી

સુરતની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં કેમ્પસના પેનલ બોર્ડમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી, ઘટનાને પગલે હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

   ઘટનાને પગલે હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા મેઈન સ્વીચ બંધ કરી દેવામાં આવી હતી અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, ઘટનાને પગલે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી.

   હોસ્પિટલમાં ડૉક્ટરોએ  જણાવ્યું હતું કે, શોર્ટસર્કિટ થયું હતું. બે ભડાકા થતા અમે જાગૃત થઈને જે ઇલેક્ટ્રિક સપ્લાય હતો તે બંધ કરી દીધો હતો. બધા લોકો બધી જ રીતે સેફ છે. કોઈજાતની તકલીફ કે, કોઈજાતની જાનહાનિ થઇ નથી. તાત્કાલિક અમે ફાયર બ્રિગેડને કોલ કર્યો. ફાયર બ્રિગેડ માત્ર ત્રણ મિનિટમાં અહીં હાજર થઇ ગયું હતું.

(11:49 pm IST)