ગુજરાત
News of Monday, 27th May 2019

પાલનપુરમાં લગ્નપ્રસંગમાં બે જૂથોની વચ્ચે અથડામણ

પટેલ સમાજના યુવકના વરઘોડા વેળા હિંસા : અંગત અદાવતને લઇ બે જૂથો આમને સામને આવી ગયા

પાલનપુર, તા.૨૭ : પાલનપુર તાલુકાના સલ્લા ગામે શનિવારે રાત્રે પટેલ સમાજના યુવકનો વરઘોડા નીકળ્યો હતો. તે સમયે અંગત અદાવતને લઈ ઠાકોર સમાજના જૂથ અને પટેલ સમાજના જૂથ વચ્ચે પથ્થરમારો થતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. ઘટનાને પગલે ગામમાં દોડી ગયેલી પોલીસે સ્થિતિ ઉપર કાબુ મેળવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગામમાં ભારે તંગદિલી પ્રસરી જવા પામી હતી.પાલનપુરપંથકમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, પાલનપુર તાલુકાના સલ્લા ગામે શનિવારે રાત્રે પટેલ સમાજના યુવકનો વરઘોડા નીકળતા અંગત અદાવતને લઈ ઠાકોર સમાજના જૂથ અને પટેલ સમાજના જૂથ વચ્ચે બબાલ થઈ હતી. દરમિયાન વાતાવરણ તંગ બનતાં બન્ને પક્ષે પથ્થરમારો થતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. ઘટનાને પગલે ગામમાં દોડી ગયેલી પોલીસે સ્થિતિ ઉપર કાબુ મેળવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગામમાં ભારે તંગદિલી પ્રસરી જવા પામી હતી. પાલનપુરમાં જૂથ અથડામણની ઘટનાથી ક્ષણિક તંગદિલી ફેલાઈ ગઈ હતી. જો કે, પોલીસે તરત જ મોરચા સંભાળી લઇને સ્થિતિને કાબૂમાં લીધી હતી.કેટલાકની અટકાયત પણ કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે.

(9:29 pm IST)