ગુજરાત
News of Monday, 27th May 2019

ખેડા નજીક બે જુદા જુદા ગમખ્વાર અકસ્માતમાં બે ને ગંભીર ઇજા

ખેડા: જિલ્લામાં વિતેલા દિવસો દરમ્યાન અકસ્માતના બે જુદા જુદા બનાવો પોલીસ ચોપડે નોધાયા છે. બંને બનાવોમાં બાઇક પર સવાર બે ઇસમોને ઇજા થઇ હોવાનું નોધાયું છે. 

ઠાસરા તાલુકાના બોરડી ગામે રહેતા નિતિનકુમાર જાલમભાઇ રાઠોડ અને તેમના મિત્ર પોતાનું બાઇક નં. જીજે-૭-સીકે-૧૮૫૨ નું લઇ મહુધા તાલુકાના મહિસા વાસણા રોડ પર થી પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન મોટર સાયકલ નં. જીજે-૭-બીપી-૦૮૮૧ના ચાલકે પોતાનું બાઇક ગફલતભરી રીતે હંકારી નિતિનકુમારના બાઇકને ટક્કર મારી દીધી હતી. જેના કારણે નિતિનકુમાર અને તેમના મિત્ર બાઇક પરથી ફંગોળાઇ જતા માથા તેમજ શરીરના ભાગે વત્તા ઇજાઓ પહોચી હતી. ઘટનાના પગલે મહુધા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

(6:00 pm IST)