ગુજરાત
News of Monday, 27th May 2019

ખેડામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 3 લાખના મુદામાલ સાથે 23 શકુનિઓની ધરપકડ કરી

ખેડા: જિલ્લામાં ચાલતા જુગાર ધામો અને જુગારની બદીઓને અટકાવવા માટે પોલીસ દ્વારા અવારનવાર દરોડા પાડવામાં આવે છે.પરંતુ જુગાર રમવાના આદી બની ગયેલા જુગારીયાઓ ગમેતેમ કરી જુગાર રમવા માટે અવાવરૂ સ્થળો શોધી લેતા હોય છે. વિતેલા દિવસોમાં પોલીસે જુદા જુદા સ્થળો પર દરોડા પાડી જુગાર રમી રહેલા ૨૩ જુગારીયાઓને રૂ.૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. 
 


પ્રાપ્ત વિગતોમાં કપડવંજ ડિવીઝન પોલીસ સ્કવોર્ડ દ્વારા ગતરોજ મહુધાના કબ્રસ્તાન પાસે આવેલ ખાણીયા તળાવની નજીક રેડ કરી હતી, જે દરમ્યાન પત્તા પાનાનો જુગાર રમી રહેલ ૫ ઇસમોને ૨૭,૧૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જયારે બાતમીના આધારે શનિવારે ખેડા પોલીસે બીડજ ગામ ેચાલતા બે જુદા જુદા સ્થળો પર રેડ કરી હતી. દરમ્યાન પોલીસે ૭ ઇસમોને રૂ.૫૫,૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. 

(5:59 pm IST)