ગુજરાત
News of Monday, 27th May 2019

બાળકો ગૂમ થવા મામલે ગુજરાત પ્રથમક્રમે :દરમહિને 882 બાળકો લાપતા !!

ગુજરાતમાંથી છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં 37,06૩ બાળકો ગુમ:મોટાભાગના પાછા મળતા નથી

અમદાવાદ :ગુજરાતમાં હવે કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય તેવું લાગી રહ્યું છે મોટાભાગના શહેરોમાં દિન-પ્રતિદિન ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે.દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ થતો હોવા છતા પણ બુટલેગરો પાસેથી કરોડો રૂપિયાનો દારુ પકડાય છે ત્યારે બાળકો ગુમ થવાના મામલે ગુજરાત દેશમાં પહેલા ક્રમે આવે છે.

 આ સમગ્ર મામલે  2 જુન, 2015થી 21 ડિસેમ્બર, 2018 સુધીની મળતી માહિતી મુજબ ગુજરાતમાંથી દર મહિને 882 જેટલા બાળકો ગુમ થાય છે. આંકડાઓ મુજબ ગુજરાતમાંથી છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં 37,06૩ બાળકો ગુમ થયા છે અને દુઃખની વાત એ છે કે તેમાંથી મોટાભાગના બાળકો ક્યારેય પાછા મળતા નથી.

 ગુજરાત પછી બાળકો ગુમ થવા મામલે બીજો નંબર મધ્યપ્રદેશનો આવે છે. લોકસભાના મંત્રી ડૉક્ટર વીરેન્દ્ર કુમાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાડા ત્રણ વર્ષના સમય દરમિયાન દેશમાંથી ફુલ 1.61 લાખ બાળકો ગુમ થયા છે. 1.61 લાખમાંથી 37,063 હજાર બાળકો એકલા ગુજરાતમાંથી અને 32,925 બાળકો મધ્યપ્રદેશમાંથી ગુમ થયા છે.

(12:08 pm IST)