ગુજરાત
News of Sunday, 27th May 2018

હું સુધારવા માંગુ છું એટલે મને હેરાન કરાય છે : લેડી ડોન ભૂરીએ પોલીસ પર લગાવ્યો આરોપ

સુરતઃ સુરત શહેરમાં હાથમાં ઘાતક હથિયારો લઈને બેખોફ બનીને લોકોને ડરાવી ધમકાવીને લૂંટ ચલાવતી લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરી અને તેના સાગરિતને  પાનના ગલ્લા પર થયેલી લૂંટના ગુનામાં રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપી છે.

   આ દરમિયાન  ભૂરીએ ફરી એક વખત વરાછા પોલીસ સામે હેરાનગતિ કરવાનો આરોપ મૂક્યો હતો. ભૂરીએ વરાછા પોલીસ પર મોટો આરોપ લગાવતાં જણાવ્યું કે મોડી રાત્રિ સુધી લોકઅપમાં સૂવા ન દેવા દીધી અને હેરાન કરવામાં આવી. પોલીસ દ્વારા મને લોકઅપમાં અપશબ્દો બોલવામાં આવ્યા. સાથે જ તેણે કહ્યુ કે હું સુધરવા માંગુ છું એટલે મને હેરાન કરવામાં આવે છે.

 

(7:46 am IST)