ગુજરાત
News of Tuesday, 27th April 2021

નર્મદા જિલ્લામાં મંગળવારે ૪૦ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૦૪૬ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા માધવબાગ ૦૧, આદિત્ય ૦૧, સોનીવાડ ૦૧, હરસિદ્ધિ નગર ૦૧, દરબાર રોડ ૦૧, સંતોષ ચોકડી ૦૧,વડીયા પેલેસ ૦૧ તથા નાદોદ તાલુકામાં શહેરાવ ૦૧, જીતનગર ૦૧, વડીયા ૦૧, હજરપુરા ૦૧, રુંઢ ૦૧, સોઢલીયા ૦૧, જીયોર ૦૧ તથા ગરુડેશ્વર તાલુકા માં કલીમકવાણા ૦૧, ઝરીયા ૦૨, ધાવડી ૦૧, સમશેરપુરા ૦૧, કેવડીયા ૦૧, વઘરાલી ૦૧, બોરીયા ૦૧, ઓરપા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં ઉમેદપુરા ૦૧, જલોદરા ૦૧, બુજેઠા ૦૧, ટાંકા ૦૧, વાઘેલી ૦૧, ઉતાવડી ૦૧, તીલકવાડા ૦૧, નલીયા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં ડેડીયાપાડા ૦૧, મગરદેવ ૦૧ તથા સાગબારા તાલુકામાં સજનવાવ ૦૧, પાટલામહુ ૦૧, કેલ ૦૧, સાગબારા ૦૧, રુછવાડા ૦૧, ગાયસાવર ૦૧, ભોરામલી ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૦ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૬૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૩૭ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૧૪ દર્દી દાખલ છે, આજે ૪૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૭૭૬ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૦૪૬ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૧૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:44 pm IST)