ગુજરાત
News of Tuesday, 27th April 2021

ગોરા ત્રણ રસ્તા પાસેથી ગરુડેશ્વર પોલીસે તુફાન ગાડીમાં વધુ મુસાફરો બેસાડી જનાર ચાલાક વિરુદ્ધ ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે અને જાહેરનામું પણ લાગુ હોવા છતાં તેનું પાલન ન કરતા તત્વો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી હોય ગોરા ત્રણ રસ્તા પાસેથી તુફાન ગાડીમાં વધુ મુસાફરો બેસાડી જતા ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો .
પ્રાપ્ત વિગતો અનુસાર તુફાન ગાડી નં GJ.06.ZZ.7752 ના ચાલક શનાભાઈ રૂપાભાઈ વસાવા રહે. ઝરવાણી તા.ગરૂડેશ્વર એ પોતાની તુફાન ગાડીમાં પોતે માસ્ક પહેર્યા વગર તથા સાથે દશેક પેસેન્જરોને બેસાડી સોસીયલ ડીસ્ટન્સ નહીં રાખી તુફાન ગાડી ચાલાવી લાવી કોરોના સકમણ રોગ ફેલાઇ તેવું કૃત્ય કરી કરતા ગરુડેશ્વર પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:34 pm IST)