ગુજરાત
News of Tuesday, 27th April 2021

રાજપીપળામાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા સોમવારથી સાંજે ચાર વાગે તમામ બજારો બંધ થયા

મિટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ આગામી શનિવાર સુધી રાજપીપળામાં સાંજે ચાર વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય સંક્રમણ ઘટાડવા માટે તંત્ર અને વેપારી મંડળ દ્વારા નિર્ણય લઈ ગત સપ્તાહે રાજપીપળાના બજારોને ચાર દિવસ સુધી સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યા હતા ત્યારબાદ શનિવારે ફરી મિટિંગ મળી હતી જેમાં ૨૬ એપ્રિલ થી એક અઠવાડિયા સુધી દારોજ સાંજે ચાર વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવા નિર્ણય લેવાયો હતો જેને આજે રાજપીપળા ના દરેક નાના મોટા વેપારીઓએ સમર્થન આપી પોતાના ધંધા સાંજે ચાર વાગે બંધ કરી પૂરતો સહકાર આપ્યો હતો.
 આ બાબતે વેપારીઓના જણાવ્યા મુજબ કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા તંત્ર અને વેપારીઓ દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે જે સંદર્ભે એક અઠવાડિયા સુધી રાજપીપળાના બજારો સાંજે ચાર વાગે બંધ કરવા અમે તંત્રને પૂરું સમર્થન આપ્યું છે આવા પ્રયાસો થકી આગામી સમયમાં કોરોના સંક્રમણ ઘટશે તેવી સૌ આશા સેવી રહ્યા છે

(10:29 pm IST)