ગુજરાત
News of Tuesday, 27th April 2021

વડોદરા: ગોધરા સહીત અન્ય જુદી જુદી જગ્યાએથી વાહનોની ઉઠાંતરી કરી નંબર પ્લેટ બદલી સસ્તામાં વેચવાનું નેટર્વક પોલીસે ઝડપી બે ઈસમોની ધરપકડ કરી

વડોદરા : શહેરના ગોધરા તેમજ વડોદરા અને અન્ય શહેરોમાંથી વાહનોની ઉઠાંતરી કરી સસ્તામાં વેચી દેવાનું નેટવર્ક જિલ્લા પોલીસે ઝડપી પાડી ગોધરાના બે વાહનચોરોની ધરપકડ કરી તેઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

કપુરાઈ ચોકડી પર જિલ્લા એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ડભોઇ તરફથી નંબર વગરની કાળા કલરની ઈકો ગાડી આવતા તેને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાડીમાં બેસેલા બન્ને શખ્સો પાસે ગાડીના કોઈ કાગડો મળ્યા હતા તેમજ ગાડી ગોધરાથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તપાસ કરતા ઇકો ગાડી ગોધરાના મુકેશ જનક ખીમનાની માલિકીની હોવાનું જાણવા મળ્યું હતું. ઝડપાયેલા બન્ને શખ્સો હસર ગુલઝાર પઠાણ (રહે.મુન્ના ફળીયા, રેલ્વે સ્ટેશન સામે ગોધરા) અને નાવેદ સિરાજ પઠાણ (રહે. અલી મસ્જિદ રોડ ગોધરા)ની વધુ પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે એક સપ્તાહ પહેલા નવાયાર્ડ વિસ્તારમાં રેલવેના લોકો શેડ પાકગ શેડમાંથી એક બજાજ પલ્સર બાઈકની પણ ચોરી કરી હતી અને બાઈકની નંબર પ્લેટ કાઢી તેને કેલનપુર તરફ જતા રસ્તામાં કેનાલની બાજુમાં ઝાડીઓમાં સંતાડી રાખી છે. કબૂલાત બાદ પોલીસ ઝાડીઓમાં છુપાવેલી બાઈક પણ કબજે કરી હતી. બાઈક અંગે તપાસ કરતા તે અંકિત વિઠ્ઠલ પરમારની માલિકીની જાણવા મળ્યું હતું.

(5:34 pm IST)