ગુજરાત
News of Tuesday, 27th April 2021

વડોદરા: ઘરની અગાશીમાં વારંવાર કચરો નાંખનાર પાડોશીને ઠપકો આપતા ઉશ્કેરાયેલ શખ્સે શિક્ષિકા પાડોશીની હત્યા કરી નાખતા આજીવન કેદની સુનવણી

વડોદરા: શહેરમાં ઘરની અગાશીમા વારંવાર કચરો નાંખનાર પાડોશીને ઠપકો આપતા તેણે ઉશ્કેરાઇને પાડોશમા રહેતા  પરિવાર સાથે તકરાર કરી પેટમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી.જે  ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા કરી છે.

ગોરવા રિફાઇનરી રોડ  પર કાશીધામ સોસાયટીમાં રહેતો કુલદીપસિંહ સમીરસિંહ ચૌહાણ અવારનવાર તેના પાડોશીના ઘરની અગાશી તેમજ ઘર પાસે કચરો નાંખી  હેરાન કરતો હતો.ગત તા.૦૬ -૦૬-૨૦૧૮ ના રોજ ફરીથી તેણે કચરો નાંખ્યો  હતો.તે બાબતે  મોડીરાતે પાડોશમાં રહેતા વિપ્લવ જરીવાલાને જાણ થતા તેણે મમ્મી માધુરીબેનને જાણ કરી હતી.જેથી,તેની મમ્મી અગાશી પર આવી હતી.તે દરમિયાન કુલદીપસિંહ  પણ અગાશી પર આવી ગયો હતો.અને તેણે ઉશ્કેરાઇને માધુરીબેનને પેટમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા માધુરીબેનનું મોત થયુ હતુ.માધુરીબેન બાજવા કરોડિયા રોડ પર આવેલી પ્રેરણા  હિન્દી વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા  હતા.

અંગે વિપ્લવે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો દાખલ કરીને કુલદીપસિંહની ધરપકડ કરી હતી. કેસ અદાલતમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા કરી છે.

(5:32 pm IST)