ગુજરાત
News of Tuesday, 27th April 2021

રાષ્ટ્રપતિ - ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ચિત્રકાર બળવંતભાઇ જોષીનું અવસાન

રાજકોટ તા. ર૭ : કોરેનાની વર્તમાન મહામારીએ અનેક ગૌરવપૂર્ણ વ્યકિતત્વ સહિત એનેક મહામૂલી જીવન છીનવી લીધા છે અને હવે તેમાં રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કૃત અને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનીત ચિત્રકાર બળવંતભાઇ અંબાશંકર જોષીનું નામ પણ કમનશીબે ઉમેરાયું છે. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશને ચિત્રકલા ક્ષેત્રે ગૌરવ આપનાર ૯૪ વર્ષના બળવંતભાઇ જોષીની ચિરવિદાયથી ચિત્રકલાના રંગને ઝાંખપ લાગી ચુકી છે.

ચોટીલામાં ૧૯ર૮માં જન્મેલા બળવંતભાઇએ સમગ્ર જીવન ચિત્રકલાને સમર્પિત કર્યુ હતું. ૧૯પ૮ માં મુંબઇનલ જે.જે. સ્કુલમાંથી ડિપ્લોમાં મેળવ્યા પછી ૧૯૬પ માં અમદાવાદની ફાઇન આર્ટસ કોલેજમાંથી પણ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. રાજકોટ, મુંબઇ, અમદાવાદમાં તેમનાં ચિત્રોને 'વન મને શો' યોજાયો છે તો દિલ્હી, ચંદીગઢ, કલકતા, લખનૌ, રાયપુર વિગેરે અનેક સ્થળોએ સમુહ પ્રદર્શનમાં તેમના ચિત્રો આવકાર પામ્યા છે. સમગ્ર જીવન દરમિયાન તેઓ ચિત્રકલા ક્ષેત્રેના વિવિધ ૧૮ જેટલા રાષ્ટ્રીય કક્ષાના સન્માનો બળવંતભાઇ મેળવી ચુકયા છે.

તેમની ચિત્રશૈલી ભારતીય સંસ્કૃતિથી ઉજળી બાજુ રજુ કરવાને સમર્પિત આપી ચિત્રની પોતાની એક આગવી શૈલી બનાવી હતી. તળપદુ ગ્રામ્ય સૌંદર્ય, ધરતીનો મહેકના રંગો તેમના ચિત્રોના મુખ્ય વિષય હતા.

ગાંધી શતાબ્દી નિમિતે પણ તેમણે ખાસ ચિત્ર તૈયાર કર્યુ હતું તો પૂજય બાપુના પ્રિય ભજન 'ૈષ્ણવજન' પર તેમણે ર૦ જેટલા ચિત્રો તૈયાર કર્યા હતા. ગુજરાતનાં લગભગ તમામ નામાંકિત અખબારો અને રીડર ડાજેસ્ટ જેવા સામાયિકોમાં તેમના ચિત્રો પ્રકાશીત થઇ ચુકયા છે. ર૦૦૩માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.કલામ સાહેબના હસ્તે પણ તેમને સન્માનિત કરાયા હતા ર૦૦૬ માં તેમને ચિત્રકલા ક્ષેત્રના બ્રાન્ઝ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા.

તેમના ચિત્રો આજે પણ દેશ-વિદેશના અનેક મહાનુભવોના ઘરની કલાના કદરદાન તરીકે ઓળખ પ્રાપ્ત કરી રહ્યા છે. થોડા સમયથી તેઓ પણ કોરોનાથી સંક્રમીત થયા હતા. અને હંમેશા જીવનના રંગને ચકાવતી તેમની પીછીઓ તા.રર ના જીંદગીના કેનવાસ પર અંતીમ શ્વાસ લીધો હતો. બળવંતભાઇના અવસાનના સમાચારથી ગુજરાતના ચિત્રકલા પ્રેમીઓમાં તેમજ પરિવારમા ઘેરા શોકની લાગણી છવાઇ હતી.

(4:34 pm IST)