ગુજરાત
News of Tuesday, 27th April 2021

પાટણ જીલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન પુર્ણ-રાત્રી કર્ફયુ યથાવતઃ કલેકટર સુપ્રિતસિંહ લુગાડી

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા. ર૭: પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે મંગળવારથી સોમવાર સુધી સ્વૈચ્છિક ૭ દિવસનું લોકડાઉન આપ્યું હતું. સોમવારે પુર્ણ થતા કલેકટર સુપ્રિતસિંહ ગુલાટી દ્વારા પ્રેસ યોજી માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થઇ છે. હાલમાં લંબાવવા માટે કોઇ ચર્ચાઓ કે વિનંતી આવી નથી જેથી પૂર્ણ થયેલું જાહેર કરવામાં આવે છે.

બજારો ખુલતા કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાવાશે. લોકોને નિયમોનું પાલન કરી સંક્રમણ અટકાવવા અપીલ કરી હતી.

પાલિકા દ્વારા વેપારીઓ એસોસીએશન સાથે બેઠક કરી સ્વૈચ્છિક લોકડાઉનમાં સહયોગ બદલ આભાર વ્યકત કર્યો હતો. બેઠકમાં વેપારીઓ દ્વારા શહેરમાં સતત કેસો વધી રહ્યા હોઇ સમગ્ર બંધના બદલે રાતે કાર્ફયુ લાગતુ હોય સવારે ૭ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી બજારો ખુલ્લા, રાખવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેવું વેપારી સુરેશ પટેલે જણાવ્યું હતું.

(4:34 pm IST)