ગુજરાત
News of Saturday, 27th April 2019

ખેરાલુમાં રાયડાના સેમ્પલ પાસ કરાવવા કટકીનો પર્દાફાશ :1000 લેવાતા હોવાનો વિડિઓ વાયરલ

ખેડૂતોએ બનાવેલ બનાવેલ વિડીઓના આધારે ખરીદી અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ

મહેસાણાઃ રાજ્યમાં મગફળી કાંડ બાદખરીદીમાં તુવેરમાં ગોટાળો કરાયો હોવાની વિગતો ખુલ્યા પછી હવે રાયડાની ખરીદી અંગેના કૌભાંડનો વીડિયો વાયરલ થયો છે  રાયડાની ખરીદીમાં સેમ્પલ પાસ કરવાના માટે.1000 લેતા હોવાનો વિડિઓ વાયરલ થયો છે .

  મળતી વિગત મુજવ મહેસાણાના ખેરાલુમાં રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે સેમ્પલ પાસ કરાવવા કટકી કરાતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે ખેડૂતોએ વીડિયો બનાવી કટકીનો પર્દાફાશ કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રત્યેક સેમ્પલ 1000 રૂપિયા લેવાતા હોવાનો વીડિયો બનાવવામાં આવ્યો છે.
  વીડિયોના આધારે ખેડૂતોએ સેમ્પલ પાસ કરાવવા માટે1000 લેતા હોવાનો ખુલાસો કર્યો છે. ખરીદી અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પુરવઠા મામલતદારની ટીમ એપીએમપી દોડી આવી હતી

(12:40 am IST)