ગુજરાત
News of Friday, 27th April 2018

હજુ ટવેન્ટી-ટવેન્ટી રમ્યો છું, ટેસ્ટમેચ તો હવે શરૂ થશેઃ હાર્દિક પટેલ

સાથીદારોને વધુ જાગૃત કરવા પાસના કન્વીનરે સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ કર્યો

રાજકોટ, તા., ૨૭: પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ કરીને જણાવ્યું છે કે, આ વિડીયો તમને સાચો લાગે તો શેર કરજો નહિતો મને બ્લોક કરી દેજો.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું છે કે હું નથી કોઇ રાજકીય પાર્ટીનો સભ્ય, નથી હું ધારાસભ્ય, હું રાજકીય પાર્ટીના ખોળે નથી બેઠો, તો પછી હાર્દિક રાજકારણ કઇ રીતે કરી શકે એ તો સમજાવો? રોજ કોર્ટના અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવ છું. વિરોધીઓ દ્વારા અપમાન અને બદનામીનો ભોગ બનું છું એને રાજકારણ કહેવાય?  હાર્દિક પટેલે સાડા ત્રણ મીનીટના વિડીયોમાં જણાવ્યું છે કે મારી સાથેના લોકોએ જાગૃત થવુ ખુબ જ જરૂરી છે. જયાં સુધી સમાજના હિતમાં પ્રદેશના હિતમાં નિર્ણય નહિ આવે ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે.હાર્દિક પટેલે જણાવ્યું કે, હજુ તો આ ર૦-ર૦ રમ્યો છું, ટેસ્ટમેચ તો હવે શરૂ થશે. (૪.૨૪)

 

(4:17 pm IST)