ગુજરાત
News of Monday, 27th March 2023

અમદાવાદના ખોખરામાં બુટલેગર પતિને પકડવા આવેલ ટિમ પર પત્નીનો હુમલો

અમદાવાદ: ખોખરામાં પોલીસે બુટલેગરના ઘરે દારુ માટે દરોડો પાડીને બુટલેગરને પકડયો હતો તો તેણે બુમાબુમ કરીને પોલીસને ધમકી આપી કે તમે ખોટુ કરી રહ્યા છો, હું તમારી નોકરી ખાઇ જઇશ, પટ્ટા, ટોપી ઉતરાવી દઇશ તમે મને ઓખળતા નથી. બીજીતરફ બુટલેગરની પત્નીએ પણ મહિલા પોલીસ સાથે મારા મારી કરીને ધક્કો મારીને નીચે પાડી દેતા મહિલા પોલીસ ઘાયલ થયા હતા. આ કેસની વિગત એવી છેે કે  ખોખરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ તેજપાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ખોખરા વિસ્તારમાં  રહેતા યુવક તથા તેમની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસને ચોક્કસ માહીતી મળી હતી કે આરોપીના ઘરે દારુનો જથ્થો છૂપાવેલો છે જેને લઇને પોલીસે આજે બપોરે તેના ઘરે દરોડો પાડયો હતો અને પોલીસ તેમના મકાનમાં બીજા માળે જઇને આરોપીને પકડયો હતો જેથી આરોપીઓ બુમો પાડીને પોલીસને ધમકી આપી કે તમે ખોટુ કરી રહ્યા છો, હું તમારી નોકરી ખાઇ જઇશ, પટ્ટા, ટોપી ઉતરાવી દઇશ તમે મને ઓખળતા નથી. 

(6:54 pm IST)