ગુજરાત
News of Saturday, 27th March 2021

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં બિઝનેસમેનને વિશ્વાસમાં લઇ અજાણી મહિલાએ ફોન કરી બેંક ખાતામાંથી 95હજારની રકમ ઉપાડી લેતા ચકચાર

વડોદરા:શહેરના હરણી રોડ પર રહેતા યોગેશ ગીગલાણી ડિઝાઇનરીંગ એન્જિનિયરિંગનું કામ કરે છે અને ફતેગંજ વિસ્તારના સેફરોન ટાવરમાં તેઓ ઓફિસ ધરાવે છે. 23મી માર્ચના રોજ તેઓને અજાણી વ્યક્તિએ ફોન કરી આરબીએલ બેંકમાંથી પ્રિયા શર્મા હોવાની ઓળખ જણાવ્યું હતું કે, "તમારા ક્રેડિટ કાર્ડના રિવર્ડ પોઇન્ટ આવ્યા છે. જેથી તમને 9 હજાર રૂપિયા મળશે.

"વાતચીત દરમિયાન અજાણી વ્યક્તિએ યોગેશભાઈના ક્રેડિટ કાર્ડ અને પાન કાર્ડનો નંબર જણાવી વિશ્વાસ કેળવ્યો હતો અને આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડમાં રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર અમે તમને ઓટીપી મોકલ્યો છે. જે પાસવર્ડ અમને આપો. જેથી ઓટીપી સેન્ડ કરતા જ સામેવાળી વ્યક્તિએ ફોન કટ કરી નાખ્યો હતો અને ત્યારબાદ થોડી વારમાં યોગેશભાઈના બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શન થકી 95,680ની રકમ ભેજાબાજે ઉપાડી લીધી હતી. જેથી તેઓએ પ્રિયા શર્મા નામની મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(5:04 pm IST)