ગૌમાંસનું વેચાણ કરતા ૪ શખ્સો ઝડપાયા
૩૨૫ કિલો ગૌમાંસ સહિત ૧ લાખ ૮૨ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપાયોઃઅબ્દુલ રહેમાન, કુબરા મોહમદ, રૂકૈયા અબ્દુલ્લા, શરીફા સીદીકની ધરપકડ
રાજકોટઃ પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડો.લીના પાટીલ નાઓ તરફથી જીલ્લામાં ગૌવંશનું કતલ કરી ગૌમાંસનું વેચાણ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના મળેલ જે આધારે આગોતરૂ આયોજન કરી પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ વિસ્તાર કોર્ડન કરી રેઇડ કરતા ૩૨૫ કિલો ગૌમાંસ સહિત રૂ.૧,૮૨,૬૪૫નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપીઓના નામઃ (૧) અબ્દુલ રહેમાન અહેમદ સુરતી રહે.મીઠીખાન મોહલ્લા ગોધરા, (૨) કુબરા મોહમદ ભાગલીયા રહે. મીઠીખાન મોહલ્લા રાજન મસ્જીદ સામે ગોધરા, (૩) રૂકૈયા અબ્દુલ્લા દુલ્લી રહે. રાણી મસ્જીદના ખાંચામા ટેકરાવાળી ગલી ગોધરા, (૪) શરીફા સીદીક પીતળ રહે. રાજન મસ્જીદની સામે ગોધરા.
આ કામમાં ના.પો.અધિ. શ્રી એચ. એમ. કણસાગરા, ના.પો.અધિ.શ્રી આર.આર. દેસાઈ, પો.ઈન્સ. એચ.એન. પટેલ, પો.ઈન્સ.ડી.એન.ચુડાસમા, પો.ઈન્સ. એમ.પી.પંડયા, પો.ઈન્સ.એમ.ઝેડ.પટેલ, પો.ઈન્સ. એમ. કે.ખાંટ, પો.સબ.ઈન્સ.એન. આર. રાઠોડ, પો.સબ.ઈન્સ. જે.એન.જાડેજા, પો.સ.ઈ. એ.એમ.પરમાર, પો.સ.ઈ.એમ. એસ. પારગી, પો.સબ.ઈન્સ. કે.આર. ચૌધરી, પો.સબ.ઈન્સ. જે.બી.ઝાલા તથા ડીસ્ટાફન જોડાયા હતા.