ગુજરાત
News of Saturday, 27th March 2021

રાજપીપળા અભયમ મહિલા હેલ્પલાઇને પ્રેમ લગ્ન કરનાર મહિલાને ત્રાસ આપનાર સાસરિયાઓ સાથે સમાધાન કરાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં એક નાનકડા ગામે ૨૧ વર્ષના સીમા બહેન ( નામ બદલેલ છે.) જેમના પતિ માર મારીને ચાર માસની તેમની દિકરીને લઈને જતા રહ્યા હતા, સાસુ અને દાદી સાસુ માનસિક ત્રાસ આપે છે. તેથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપલા અભ્યમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી તેમની સાથે અસરકારક કાઉંસેલિંગ કરી સમાધાન કરાવવામાં સફળતા મળી હતી

 

  મળતી માહિતી મુજબ, સીમા બહેન નાં લવ મેરેજ થયા હતા અને એક વર્ષ થયું જેમાં તેમને ચાર માસની છોકરી છે. ત્યારે સીમાબેનની ફરિયાદ મુજબ સાસુ અને દાદી સાસ ત્રાસ આપી ઘરનું કામ નથી કરતી એના પિયર જ જતી રહે છે. તેવી કાન ભભેરણી કરતા તેમના પતિ હવે પછી તારા ઘરે જવાનું નથી એમ કહીને મારવા લાગ્યા તેથી તેઓ પિયર જતા રહ્યા હોય પતિ ત્યાં આવી તેમના ઘરના સભ્યો સાથે ઝગડો કરી હવે તું પાછી આવતી નહિ એમ કહી અને ચાર માસની દીકરી લઈ લીધા બાદ પરત આપતા ન હતા ત્યારબાદ  અભ્યમ ટીમે તેમના પતિ,સાસુ અને દાદી સાસુનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપતા તેઓએ તેમની ભૂલ સ્વીકારી અને બાળકી પરત આપી લખાણ લઈ સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.

(10:51 pm IST)