ગુજરાત
News of Friday, 27th March 2020

લૉકડાઉનની સ્થિતિમાં અમદાવાદની જાણીતી ક્લબના સભ્યોનું અનોખું અભિયાન : ભૂખ્યાઓને આપો ભોજન

એસ.જી. હાઇવે પર પાર્ટી પ્લોટમાં તમામ સેવાભાવીઓ દ્વારા રસોઈ બનાવી ફૂડ પેકેટ તૈયાર કરે છે

અમદાવાદ : કોરોના વાયરસને પ્રસરતો રોકવા દેશભરમાં લોકડાઉન કરાયું છે ત્યારે શ્રમિકો મજૂરોની હાલત કફોડી બની છે ધંધા રોજગારી ઠપ્પ થયા છે તેવામાં અમદાવાદની  ખ્યાતનામ ક્લબોના મેમ્બરોએ ભેગા મળી ગરીબ લોકોની સેવા કરવાની મુહિમ હાથમાં લીધી છે.

 આજે આ સેવાભાવીઓએ પાંચ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કર્યા છે. ગઈકાલે 13 હજાર ફૂડ પેકેટ તૈયાર કર્યા હતા. અને આ રસોઈમાં કેવા પ્રકારની સામગ્રી વાપરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કરવા કલેકટર કે. કે. નિરાલા પહોંચ્યા હતા.

   કલેક્ટર કે. કે. નિરાલાએ જણાવ્યું કે આ ફૂડ પેકેટ તૈયાર કરી ક્યાં ક્યાં લોકોને વહેંચવા તે બાબતે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ મદદ કરી રહ્યું છે. અને પોલીસ પોતાની વાનમાં લોકો સુધી આ ફૂડ પેકેટ પહોંચાડશે.

   આગામી દિવસોમાં 15 હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યા છીએ.

જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરાશે.

(11:26 pm IST)