ગુજરાત
News of Friday, 27th March 2020

રાજપીપળા રજપૂત ફળીયા યુવાનો દ્વારા બીજા દિવસે પણ ફૂડપેકેટનું વિતરણ: લોકડાઉન સુધી અલગ -અલગ વિસ્તારોમાં વિતરણ કરાશે

રજપૂત ફળિયાના સેવાભાવી અને ઉત્સાહી યુવાનોએ લોકડાઉન જેવા સમયે ગરીબોની વ્હારે ઉભા રહી સાચી સેવા શરૂ કરી

(ભરત શાહ દ્વારા)-રાજપીપળા : હાલ કોરોના મહામારીના સમયે જ્યારે નર્મદા જિલ્લામાં પણ લોકડાઉન છે તેવા સંજોગોમાં ગરીબ લાચાર મજૂરીકામ કરતા પરિવારો કફોડી હાલતમાં હોય રાજપીપળાની કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ ગરીબો માટે જરૂરી વસ્તુ પહોંચાડે જ છે છતાં સેવાકીય ભાવના ધરાવતા રજપુત ફળિયાના યુવાનો હંમેશા આવી સ્થિતિમાં સેવાકાર્ય માટે વ્યવસ્થા કરી એવા પરિવારોની વ્હારે મદદે પહોંચે છે જે ખરેખર આવી સ્થિતિમાં લાચાર છે અને બે ટંક ભોજન પણ કરી નથી શકતા ત્યારે સતત બે દિવસથી રજપૂત ફળિયાના જાગૃત યુવા કાર્યકર કુલદીપસિંહ ગોહિલ સાથે હેમેન્દ્ર મંગરોલા, રાજદીપસિંહ, કિશન,ધીરેન, વિશ્વજીત,મયુર,શૈલેન્દ્રસિંહ, અભિરા, મહાવીર સહિતના અન્ય યુવા મિત્રો સેવાકાર્ય કરી રહ્યાં હોય આજે બીજા દિવસે રાજપીપળા નરસિંહ ટેકરી ખાતે રહેતા પરિવારોના ઘરે ઘરે જઈ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું

 

          આ બાબતે કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું કે અમારું યુવા મંડળ બે દિવસ થી ફૂડ પેકેટ નું વિતરણ કરે છે અને જ્યાં સુધી લોકડાઉન ની સ્થિતિ દૂર નહિ થયા ત્યાં સુધી અલગ અલગ વિસ્તારો માં અમે આ સેવકાર્ય કરીશું.આવા સમયે ગરીબોની સામે જોઈ તેમને સહકાર આપવો એ અમારા મંડળનો સિદ્ધાંત છે.

(9:27 pm IST)