ગુજરાત
News of Friday, 27th March 2020

કઠલાલના રતનપુરમાં મારામારીની ઘટનામાં 8 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા

કઠલાલ: તાલુકાના રતનપુર ગામમાં દૂધની ડેરી સામે રહેતાં આશાબેન પરબતસિંહ ડાભીએ પોતાની ઘર આગળ આવેલી પાન-મસાલા, કરીયાણાની દુકાન લોકડાઉનને પગલે ગતરોજ બંધ રાખી હતી. તે વખતે ગામમાં રહેતાં રણજીતસિંહ જુવાનસિંહ ડાભીનો પુત્ર સચિન મસાલો લેવા માટે આશાબેનની દુકાને ગયો હતો.

રતનપુરમાં લોકડાઉન દરમ્યાન મસાલો ન આપવા બાબતે થયેલા ઝઘડામાં ચાર જણાંએ ભેગા મળી એક જ પરિવારના છ વ્યક્તિઓ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. પોલીસે બંને બનાવ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના મરઘાકુઈ તાબે નવાઘરામાં હિતેષભાઈ કરણસિંહ ઝાલા પરિવાર સાથે રહે છે. ગતરોજ મોડી સાંજના સમયે હિતેષભાઈ ભાઠી ગામની સીમમાં આવેલ તેમના ખેતરમાં બાજરીના પાકમાં પાણી વાળવા ગયાં હતાં. તે વખતે નજીકના ખેતરમાં રહેતાં સોમાભાઈ ભીખાભાઈ પરમાર એકાએક હિતેષભાઈના ખેતરમાં આવી ચઢયા હતાં અને હિતેષભાઈ પાસે કુવાના પાણીના રૃપિયાના વ્યાજની માંગણી કરી હતી. જો કે હિતેષભાઈએ કુવાના પાણીના રૃપિયા ચુકવી દીધા હોઈ તેઓએ વ્યાજ આપવાની ના પાડી હતી. જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોત જોતામાં ઝઘડો ઉગ્ર બનતાં સોમાભાઈનું ઉપરાણું લઇ તેમના પત્ની મંગુબેન સોમાભાઈ પરમાર અને ભાઈ ભાઈ રંગીતભાઈ ભીખાભાઈ પરમાર દોડી આવ્યાં હતાં. ત્રણેય જણાંએ ભેગા મળી હિતેષભાઈ અને તેમના ભાઈ ભાવેશભાઈને માર મારી ઈજા પહોંચાડી હતી.
 

(6:01 pm IST)