ગુજરાત
News of Friday, 27th March 2020

વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં હોમ ક્વોરેન્ટાઇન કરાયેલ દંપતી દુકાન ખોલી ધંધો કરતા પોલીસના હાથે રંગે હાથે ઝડપાયું

વડોદરા:શહેરના ચાર દરવાજા વિસ્તારમાં વિદેશથી આવેલી પુત્રીના કારણે ઘરના તમામ સભ્યોને પણ હોમ ક્વોરેન્ટાઇન કર્યા હોવા છતાં યુવતીના માતા અને પિતા દુકાન ખોલી વ્યવસાય કરતા ઝડપાઇ જતા પોલીસે દંપતી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ચાંપાનેર દરવાજા પાસે લિંગાયત ખાંચામાં રહેતા દિપકભાઇ ડાહ્યાભાઇ પટેલની પુત્રી વિદેશથી આવી હોવાથી એરપોર્ટ ખાતે સ્ક્રીનિંગ કરાવ્યા બાદ તેને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી.  દિપકભાઇ બે માળના મકાનમાં ઉપરના માળે રહે છે તેમજ નીચેના માળે શ્રી શક્તિ સેલ્સ નામની દુકાન ધરાવે છે. વડોદરાના આરોગ્ય તંત્ર દ્વારા યુવતી ઉપરાંત તેના પિતા દિપકભાઇ અને માતા ભાવિકાબેનને પણ હોમ ક્વોરેન્ટાઇન કર્યા હતાં.

(5:57 pm IST)