ગુજરાત
News of Thursday, 26th March 2020

મોડીરાત્રે અમદાવાદ, ગાંધીનગર, અંબાજી અને મહેસાણા સહીત રાજ્યના અનેક શહેરોમાં વરસાદ

રાજકોટ, મોરબી, અરવલ્લી, મોડાસા સહિત અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો

 

અમદાવાદ : આજે મોડીરાત્રે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ તૂટી પડ્યો હતો જયારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વીજળીના ચમકારા વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા છે

 અમદાવાદમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ વરસ્યો હતો અમદાવાદમાં   રાત્રે 10.40 કલાક આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. શહેરના, એસજી હાઈવે, બોડકદેવ, બોપલ, શિવરંજની, જીવરાજપાર્ક, જમાલપુર, જોધપુર સહિતના ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો.

 અમદાવાદ જિલ્લાના બાવળામાં પણ મોડીરાત્રે વરસાદ પડ્યો હતો ઉપરાંત ગાંધીનગર,અંબાજી, અને મહેસાણા સહીત રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસ્યો છે

  રાજકોટમાં બપોર બાદ ભારે પવન ફુંકાવો શરૂ થયો હતો બાદમાં મોડીરાત્રે રાજકોટના કાલાવડ રોડ,અમીન માર્ગ અને સાધુ વસાવાની રોડ પર વરસાદી છાંટા પડ્યા હતા

રાજકોટ ઉપરાંત  મોરબી, અરવલ્લી, મોડાસા સહિત અનેક જગ્યાએ વાતાવરમમાં પલટો આવ્યા બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો. કેટલિક જગ્યાએ વીજલીના ચમકારા પણ જોવા મળ્યા હતા.

(12:34 am IST)