ગુજરાત
News of Friday, 27th March 2020

મોડીરાત્રે અમદાવાદના વાતાવરણમાં પલટો : અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ વરસાદ

બોપલ, ઘુમા, એસજી હાઈવે, બોડકદેવ, બોપલ, શિવરંજની, જીવરાજપાર્ક, જમાલપુર,સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

અમદાવાદઃ  રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે બીજી તરફ અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યમાં કેટલિક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો છે. અમદાવાદના બોપલ, ઘુમા, શિવરંજની, જોધપુર, જીવરાજ પાર્ક સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. 

 

અમદાવાદમાં રાત્રે 10.40 કલાક આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. શહેરના, એસજી હાઈવે, બોડકદેવ, બોપલ, શિવરંજની, જીવરાજપાર્ક, જમાલપુર, જોધપુર સહિતના ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ શરૂ થયો હતો.

(11:20 pm IST)