ગુજરાત
News of Wednesday, 27th March 2019

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી કરતી સાત મહિલાને રંગે હાથે ઝડપી પાડી

વડોદરા: શહેર ક્રાઈમ બ્રાંચ ની ટીમ દ્વારા શરીર પર સેલોટેપ વડે શરાબની બોટલો સંતાડી અને શહેરમાં પ્રવેશતી સાત જેટલી મહિલાઓ ને ઝડપી પાડી મોટી સંખ્યામાં વિદેશી શરાબનો જત્થો જપ્ત કર્યો હતો. જયારે પોલીસ પણ મહિલાઓ ની તરકીબ જોઇને અચંભિત થઇ ગઈ હતી

વિદેશી શરાબ ના અવૈધ વેચાણ માટે બુટલેગરો અવનવા નુસખા અપનાવે છે. શરાબ શહેરમાં દાખલ કરવા કાર અને અન્ય વાહનો માં ચોર ખાના બનાવવામાં આવતા હતા પણ હવે ખાસ આદિવાસી વિસ્તારની મહિલાઓ ને શરાબના કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવી રહી છે. શરાબની બોટલો શરીર ના વિવિધ અંગો પર સેલોટેપ વડે બાંધી દઈને મહિલા ટોળકી શહેરમાં પ્રવેશે છે જેઓ નિયત સ્થળે શરાબની ડીલીવરી કરી પરત જતી રહે છે. લો પ્રોફાઈલ હોવાના કારણે કોઈ શંકા પણ કરતુ નથી . એવામાં આજે વડોદરા ક્રાઈમ બ્રાંચ ની ટીમે ગોલ્ડન ચોકડી પાસેથી સાત  જેટલી મહિલાઓ ને તેઓના શરીરના વિવિધ અંગો પર  ચોટાડી ને લાવવામાં આવેલી વિદેશી શરાબની કુલ ૩૩૨ નંગ બોટલ સાથે ઝડપી પાડી હતી. તમામ મહિલાઓ દાહોદ જીલ્લાની રહેવાસી હતી. અને વડોદરામાં શરાબ ડીલીવર કરવા આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

 

 

(5:50 pm IST)