ગુજરાત
News of Saturday, 27th February 2021

ડેડીયાપાડાના કનબુડી(મેડીયાસાગ) ગ્રુપ ગ્રામ પંચાયતની ૨૦૧૬ માં થયેલી

ચુંટણી પરીણામને કોર્ટમા પડકારતા ડેડીયાપાડા બોર્ડનો ઐતિહાસિક ચુકાદો

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના કનબુડી(મેડીયાસાગ) ગ્રુપ ગ્રામ પંચાયતની તા: ૧૭/૧૨/ ૨૦૧૬ માં થયેલ ચુંટણી પરીણામને કોર્ટમા પડકારતા ડેડીયાપાડા બોર્ડનો ઐતિહાસિક ચુકદો આવ્યો છે.

 કનબુડી(મેડીયાસાગ) ગ્રુપ ગ્રામ પંચાયતની તા: ૧૭/૧૨/૨૦૧૬ માં થયેલ ચુંટણીમાં વિજેતા ઉમેદવાર પ્રતાપભાઈ ભાવસીંગ તથા ચુંટણી અધિકારી સામે ચાર મતોથી હારેલા ઉમેદવાર શનાભાઈ જેસંગભાઈ તડવી રહે.કાકરપાડા ના એ દેડીયાપાડા કોર્ટમાં વકીલ એમ.જી. કુરેશી થકી ૧૭/૧૨/૧૬ માં થયેલ કનબુડી (મેડિયાસાગ) ગ્રુપ ગ્રામ પંચાયતની ચુંટણીના પરિણામને પડકારેલ અને દેડીયાપાડા કોર્ટના હુકમથી ફેરમત ગણતરી હાથ ધરવામાં આવતા બન્ને ને સરખા મતો મળ્યા હતા.
આ બાબતે વિધિસર પુરાવો લઈ અરજદાર શનાભાઈની ઈલેકશન પીટીશન અંશત:મંજુર કરી ચુટણી અધિકારીએ ધી રીપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ -૧૯૫૧ સેકશન- ૧૦૨ મુજબની કાર્યવાહી સત્વરે પુર્ણ કરવા અને નવેસર પરીણામ જાહેર કરવા એડિશનલ સિવિલ જજ યોગિની. બી.પટેલ દ્વારા હુકમ કરેલ છે. ત્યારે હાલના ચુંટણીના આ  માહોલમાં ખોટી રીતે વિજેતા થતા ઉમેદવારો માટે આ બાબત લાલબત્તી સમાન કહી શકાય.

(1:15 am IST)