ગુજરાત
News of Saturday, 27th February 2021

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રિયાંક સિંઘની દાદરા નગર હવેલીમાં બઢતી સાથે બદલી કરાઈ

ગાંધીનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી માં સેક્ટર મેનેજરની પોસ્ટ પણ સાંભળશે

અમદાવાદ : નિલોફર વાવાઝોડું ત્રાટકયું ત્યારે એટલે કે ઓક્ટોબર 2014માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આપદા પ્રબંધન અધિકારી તરીકે રાજકોટ ખાતે નિયુકત કરવામાં આવેલા મૂળ ઉત્તર પ્રદેશના પ્રિયાંક સિંઘની કેન્દ્ર સરકારે બઢતી સાથે કેન્દ્રશાસિત વિસ્તાર દાદરા નગર હવેલીમાં બદલી કરી છે

 . પ્રિયંક સિંઘ સોમવારે દાદરા નગર હવેલી ખાતે અધિક નિયામક કક્ષાના અધિકારી તરીકે વિધિવત કાર્યભાર સંભાળશે.

પ્રિયંકા સિંઘને દાદરા નગર હવેલી ઉપરાંત ગાંધીનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી માં સેક્ટર મેનેજરની પોસ્ટ માટે બઢતી આપવામાં આવી હતી એક સાથે બંને ઓર્ડર આવી જતા તેમણે દાદરાનગર હવેલીના પોસ્ટિગ માટે પોતાની તૈયારી દશર્વિી છે અને સોમવારે ચાર્જ સંભાળી લેશે.

2015માં ગોંડલમાં આવેલા પુર, વાયુ નામનું સાયક્લોન, ઓખા અને અમરેલીમા સર્જાયેલી કુદરતી આફત, ઉપરાંત જામનગર, ભુજ,પોરબંદર, દ્વારકા સહિતના ગુજરાતના 13 જિલ્લામાં તેમણે કામ કર્યું છે. શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય સ્તરના અનેક એવોર્ડ પણ તેમને મળ્યા છે.

નવી જગ્યાએ પોતાનો ચાર્જ સંભાળતા પહેલા પ્રિયાંક સિંઘ જિલ્લા કલેકટર રમ્યા મોહનને મળ્યા હતા અને કલેકટર સહિતના અધિકારીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

(8:53 pm IST)