ગુજરાત
News of Saturday, 27th February 2021

પારડી પોલીસનો સપાટો એક સાથે 76 બુટલેગરો પર દરોડા : પારડી પોલીસે લોકેશન ટ્રેક કેમેરાનો ઉપયોગ કર્યો

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી. એન. ગોહિલ અને તેમની ટીમે બૂટલેગરોને દિવસે તારા બતાવ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ ;સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દારૂની રેલમછેલ અટકાવવા માટે પારડી પોલીસે ચૂંટણીના બે દિવસ અગાઉ કેમેરા સાથે 76 બુટલેગરોને ત્યાં છાપો મારી તેનું શુટિંગ કર્યું હતુ. જેમાં તેમણે 18 બુટલેગરોને ત્યાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ પારડી પોલીસ સ્ટેશન ના પીએસઆઇ બી. એન. ગોહિલ અને તેમની ટીમે ચૂંટણીમાં દારૂની રેલમ છેલ અટકાવવા માટે પાડેલા દરોડામાં 18 બુટલેગરોને ત્યાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પારડી પોલીસે નવતર પ્રયોગ હાથ ધરી આ દરોડાનું શુટિંગ કર્યું હતુ. જેમાં કેટલીક દેશી દારૂની ભઠ્ઠી પર લાઇવ દરોડા પાડતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.પારડી પોલીસના દરોડાએ બુટલેગરો ને દિવસે તારા બતાવ્યા હતા

(7:24 pm IST)