બાયડ તાલુકામાં ધોળા દિવસે રોડ પર આવેલ વાસણની દુકાનમાંથી તસ્કરો 90હજારની રોકડ ચોરી છનનન.....
બાયડ:તાલુકામાં પોલીસ ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત છે અને તસ્કરો ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. બાયડ શહેરમાં ચોઈલા રોડ ઉપર આવેલી મારૃતી વાસણ ભંડારમાં ૯૦ હજાર રોકડ રકમની ધોળા દિવસે ચોરી કરી તસ્કરો નાસી છૂંટયા હતા.
દિવ્યાંગભાઈ નટવરભાઈ પટેલ ફરીયાદ અનુસાર તા.૨૬-૨-૨૦૨૧ ને સવારે ૯-૩૦ કલાકે મારૃતી વાસણ ભંડારની દુકાનનું તાળંુ ખોલતા હતા ત્યારે લોખંડની એંગલમાં પર્સ (બેગ) લગાવેલો હતો. ત્યારે કોઈ ગઠીયો તેનો લાભ લઈને પર્સ (બેગ) લઈ રફુચકર થયું ગયો હતો ત્યારે દુકાન માલિકના પર્સમાંથી અંદર ૯૦ હજાર રોકડ રકમ તેમજ અંદર મુકેલા ડોકયુમેન્ટ ચેકબુક, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, એ.ટી.એમ.કાર્ડ, આઈ.ટી.રીર્ટન કાગળ, દુકાનના દસ્તાવેજો, ગાડી તથા બાઈકની આર.સી.બુક કોઈ શખ્સો ચોરી કરી પલાયન થઈ ગયા હતો.
દિવ્યાંગભાઈ નટવરભાઈ પટેલ (રહે.પેન્ટરપુરા)ની ફરીયાદ નોંધી બાયડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાયડ બજારમાં રોજીંદા ચોરીના કેસો વધારે જોવા મળતા હોય છે. હાલ તો પોલીસ ચુંટણીમાં વ્યસ્ત હોવાના કારણે બાયડ બજારમાં કોઈપણ જાતનું પેટ્રોલીંગ જોવા મળતું નથી.