ગુજરાત
News of Saturday, 27th February 2021

નર્મદા જિલ્લા ભાજપ ટીમમાં મનીષાબેન ગાંધી તથા જીગીશાબેન ભટ્ટને મંત્રી તરીકે ની જવાબદારી સોંપાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતીય જનતા પાર્ટી નર્મદાની જિલ્લાની ટીમમાં રાજપીપળાના મનીષાબેન ગાંધી તથા જીગીશાબેન ભટ્ટને મંત્રી તરીકે સ્થાન મળતા આનંદની લાગણી જોવા મળી છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિના નિર્ણય મુજબ જે હોદ્દેદારો ચૂંટણી લડતા હોય અથવા એમના પરિવાર માથી કોઈ વ્યકિત ચૂંટણી લડતા હોય તો સંઘટન ની જવાબદારી માંથી રાજીનામુ આપી તાત્કાલિક અસરથી એ જગ્યા ભરવાની થતી હોય જેથી ભારતીય જનતા પાર્ટી નર્મદાની જિલ્લાની ટીમમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ધનયામ પટેલે મનીષાબેન દિવ્યેશભાઈ ગાંધી તથા જીગીશાબેન રશ્મિકાન્તભાઈ ભટ્ટને જીલ્લા ભાજપમાં મંત્રી તરીકેની જવાબદારી આપતાં આનંદની લાગણી વ્યાપી છે

(9:22 am IST)