ગુજરાત
News of Saturday, 27th February 2021

રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લાના ભાજપના 8 કાર્યકરોને જિલ્લા પ્રમુખે 6 વર્ષ માટે બરતરફ કર્યા

પક્ષ ની વિચારધારા થી વિપરિત જઈને પક્ષ વિરોધી કામ કરતા પ્રાથમિક સભ્ય તથા સક્રિય સભ્ય પદ પરથી દૂર કરવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ ચુંટણીઓને ગણતરીના કલાકો બાકી છે ત્યારે કેટલાક કાર્યકરો પક્ષ ની વિચારધારા થી વિપરિત જઈને પક્ષ વિરોધી કામ કરી રહયા છે અને કેટલાક લોકો અપક્ષમાં ઉમેદવારી નોધાવી હોય આ લોકો ને પક્ષ વિરૂધ્ધ કાર્ય કરવાના કારણે ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક સભ્ય તથા સક્રિય સભ્ય પદ પર થી છ વર્ષ ( ૬ વર્ષ ) માટે બરતરફ ( સસ્પેન્ડ ) કરવા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે પત્ર કરતા અન્યોમાં ફફડાટ ફેલાતો છે.ત્યારે બરતરફ કરાયેલા આ 8 વ્યક્તિઓમાં..મહેન્દ્રભાઈ સનાભાઈ તડવી-જલોદરા,ગુજનભાઈ છગનભાઈ વસાવા- સાગબારા, પૂર્વ પ્રમુખ સાગબારા, ખુમાનસિંહ છીડિયાભાઈ વસાવા-રાવલ ( સાગબારા ), કિરણસિંહ પરમાર -શહેરાવ,રાજુભાઈ ભલાભાઈ રોહિત-ભદામ- કાર્યકર્તા ભાજપા,ગોવિંદ છોટાભાઈ વસાવા-શહેરાવ તા.મંત્રી સંગઠન,ઈરફાન આરબ -રાજપીપળા શહેર-લધુમતિ મોરચા અને સરોજબેન તડવી-રાજપીપળા શહેર ને પક્ષ ના પ્રાથમિક સભ્ય તથા સકિય સભ્ય પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.

(9:21 am IST)