News of Saturday, 27th February 2021
જરગામની યુવતીને ઘરમાં એકલી જોઈ ગામના યુવાને ઘરમાં ઘૂસી છેડછાડ કરતા ગુનો દાખલ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના જરગામમાં ફરીયાદી બેન પોતાના ઘરે એકલા હતા તે વખતે ગામનો રાકેશભાઇ વિનોદભાઇ વસાવા ફરિયાદ કરનાર યુવતીના ઘર મા જતા ફરીયાદીએ જણાવેલ કે હુ ઘરે એકલી છુ તમે કેમ અમારા ઘરમાં આવ્યા છો જેથી રાકેશ એ જણાવેલ કે હું કેમ તમારા ઘરમાં ના આવી શકુ તેવુ કહી ફરી, ના ઘરમાં પલંગ ઉપર ઇજજત લેવાના ઇરાદે ધકકો મારી પાડી દઇ બન્ને હાથ પકડી ફરી ની સાથે છેડછાડ કરતા ડેડીયાપાડા પોલીસે રાકેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.
(9:19 am IST)