ગુજરાત
News of Saturday, 27th February 2021

અમદાવાદની બી,જે, મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત

મૂળ બનાસકાંઠાની પૂજા ઠક્કરે રૂમમાં દવા ખાઈને આત્મહત્યા કરતા ચકચાર

અમદાવાદમાં આત્મહત્યાના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે ગઈ કાલે સાબરમતી નદીમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઈ છે.ત્યાં અમદાવાદમાં વધુ એક યુવતીએ આપઘાત કરી લેતા વધુ એક આપઘાતના કિસ્સાનો ઉમેરો થયો છે.

 અમદાવાદમાં સેટેલાઇટ, વસ્ત્રાપુર બાદ હવે શાહીબાગમાં યુવતીએ આત્મહત્યા કરી છે. બી.જે મેડિકલ કોલેજમાં ફિજિયોલોજી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ હોટલના રૂમમાં દવા ખાઈને આત્મહત્યા કરી લેતા ચારે બાજુ ચકચાર મચી ગઈ છે.મૂળ બનાસકાંઠાની રહેવાસી અને બી.જે મેડિકલ કોલેજમાં ફિજિયોલોજી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી પૂજા ઠક્કર નામની યુવતીએ દવા પીને આત્મહત્યા કરી લીધી છે. પૂજા ઠક્કર અમદાવાદમાં યુ.એન.મહેતા હોસ્પિટલ સામે આવેલા ફ્લેટમાં પોતાની માતા સાથે રહેતી હતી અને બી.જે મેડિકલ કોલેજમાં ફિજિયોલોજી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

ગઇ કાલે પૂજા સાડા નવ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ તે કોલેજ જવા માટે નીકળી હતી. તેની માતાએ તેણે ફોન કરતા તેને પોતે ઓફિસ પહોંચી હોવાનું જણાવ્યું હતું. જો કે દસેક વાગ્યાની આસપાસ ફોન કરતા પૂજાએ ફોન ન હોતો ઉપાડ્યો જેથી તેની માતાએ પૂજાની ફ્રેન્ડ ને ફોન કર્યો હતો. ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે, 'પૂજા તો આજે કોલેજ પહોંચી જ ન હોતી.' જેથી પૂજાની માતાએ હોસ્ટેલના સિક્યુરિટીને ફોન કરીને પૂજા હોસ્ટેલના રૂમમાં છે કે નહીં તે જોવા માટે કહ્યું હતું.

(10:15 pm IST)