ગુજરાત
News of Thursday, 27th February 2020

બે વર્ષમાં ૧૫૪ જગ્યાએ કેનાલો તૂટીઃ કારણો નિવારવા સરકારના પ્રયાસો

ગાંધીનગર, તા.૨૭: નર્મદાની તૂટેલી કેનાલોના સમારકામ અંગે કોંગ્રેસના શૈલેષ પરમારના પ્રશ્નના ઉતરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં તા.૩૧/૧૨/૧૯ની સ્થિતિએ રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં કુલ ૧૫૪ જગ્યાએ નર્મદા કેનાલો તૂટવાની ઘટવા બનવા પામી છે.

આ કેનાલો તૂટવાના મુખ્ય કારણોમાં ખડૂતો ધારા અન-અધિકૃત પાણી લેતા સત્રે પાણી લેવાનું બંધ કરતા નીચાણ વાસમાં નહેરોમાં પાણી વધી જવાથી ઓવર સ્ટોપ થતા આયફનમાં બીલ, કચરો ભારઇ જવાથી, ગેટના અનિયમિન ઓપરેશનથી નહેરમાં આડશ મુકળાની ભારે વરસાદના લીધે નહેરો ઓવર સ્ટોપ થવાથી જેવા કારણો મુખ્ય છે.

નર્મદાની કેનાલો ન તૂટે માટે વિશાખા અને  પ્રશાળા નહેરો ઉપર ગેટ મુકવા, પાણીનો નિકાલ થઇ શકે તેવી જગ્યાએ નહેરો ઉપર એસ્કેળ બાંધવા વાંસબંધીથી લોકો સિંચાઇ કરે તે માટે ખેડૂતોને સમજ આપવા, નિવૃત મુખ્ય ઇજનેરશ્રી કક્ષાના નિષ્ણાંત કન્સલટન્ટનો સુચનો મેળવી તે મુજબ કામગીરી કરવા જેવા પગલા લેવામાં આપેલ છે.

(4:26 pm IST)