ગુજરાત
News of Thursday, 27th February 2020

દેડીયાપાડાના સાંકળી ગામમાં પાણીના બોર બાબતે મારામારી :એકને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સાંકળી ગામમાં પાણીના બોર બનવવા બાબતે મારામારી માં અકને ઇજા થઇ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર સાંકળી ગામના લક્ષ્મણભાઇ મીરીયાભાઇ વસાવાએ ગામના દશરીયા માકતા ભાઇ વસાવાને જણાવ્યું કે પાણીનો બોર મારા નામનો મંજુર થયો છે અને તુ શા માટે તારા ઘર બાજુ બોર કરાવવાની વાત કરે છે તેમ કહેતા તે એકદમ ઉશ્કેરાઇ ગયા બાદ લક્ષ્મણ ભાઇને ગમેતેમ ગાળો બોલી બે ત્રણ તમાચા મારી લાકડી વડે લક્ષ્મણ ભાઇને સાપાટા મારી ઇજા પહોંચાડી હોય આ બાબતે લક્ષમણ ના ભાઈ જીગ્નેશ મીરીયાભાઈ વસાવાએ દશરીયા વસાવા વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:48 pm IST)