ડીસા-થરાદ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત : ત્રણ લોકો ઘાયલ
રસ્તા પરથી અચાનક જ નીલગાય આડી ઉતરતા ચાલકે હુન્ડાઈ કાર પરનો કાબુ ગુમાવતા,ગાડી ખેતરમાં ઘૂસી ગઈ
બનાસકાંઠાના ડીસા-થરાદ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
ઘટનાની વિગત પ્રમાણે બનાસકાંઠાનાં ડીસા-થરાદ માર્ગ પર આગથળા પાસે ગાડી વચ્ચે નીલગાય આવતા આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. ડીસાથી થરાદ તરફ જતા મેવાડ પરિવારને અંધારામાં રસ્તા પરથી અચાનક જ નીલગાય પસાર થતી દેખાઈ નહિ,પરિણામે ચાલકે હુન્ડાઈ કાર પરનો કાબુ ગુમાવતા,ગાડી ખેતરમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બે સગા ભાઈઓના તત્કાલ મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ડીસા-થરાદ રોડ પર ગમખ્વાર અક્સમાતની જાણ થતા જ આગથળા પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી. અને વાહના વ્યવહારને સુચારુ કરવા સાથે ઘટનાની તપાસ શરુ કરી હતી. દરમિયાન ત્રણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.