ગુજરાત
News of Thursday, 27th January 2022

રાજપીપળા LIC ઓફીસ પાસેની વિવાદિત જમીનમાં અરજી બાદ થતા પોલીસ કાફલો પહોંચી મામલો થાળે પાડ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા ખાટકીવાડ પાસે આવેલી એલઆઇસી ઓફીસ નજીક આવેલી જમીનનો કોર્ટ કેસ ચાલતો હોય હજુ કોર્ટનો નિર્ણય ન આવવા છતાં જમીન પર ટાયરો મૂકતા મામલો ગરમાયો હતો ત્યારબાદ આજરોજ અરજી સંદર્ભે નગરપાલિકાની ટિમ પોલીસ  બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી ગેરકાયદેસર મુકેલા ટાયરો જપ્ત કરી પાલિકા ખાતે લઇ આવ્યા હતા જોકે પોલીસ,પાલિકા ટિમ ત્યાં પહોંચી ત્યારે મામલો ગરમાયો હતો પરંતુ પોલીસએ બાજી સંભાળી લેતા મામલો શાંત પડ્યો પરંતુ ત્યાં વિવાદિત જમીન પર ગેરકાયદેસર મુકેલા ભંગારના ટાયરો પાલિકાની ટીમે જપ્ત કર્યા હતા.

(10:44 pm IST)