ગુજરાત
News of Thursday, 27th January 2022

વલસાડ પત્રકાર એસો. દ્વારા મીડિયા એવોર્ડ પ્રતિયોગિતા યોજાશે

મીડિયાકર્મીઓએ પોતાનાં દ્વારા ન્યૂઝપેપરમાં છપાયેલી કે ચેનલ ઉપર ચાલેલી મેટરો એસોસિએશનના ઇ-મેલ આઇડી patrakarwelfareassociation@gmail.com પર કેટેગરી લખી મોકલવાની રહેશે. જે એન્ટ્રી મોકલવાની અંતિમ તા. 31.01.2022 રાખવામાં આવી છે.

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : પત્રકાર વેલ્ફેર એસોસીએશન દ્વારા સતત બીજા વર્ષે મીડિયા એવોર્ડ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રતિયોગિતામાં સમગ્ર વલસાડ જિલ્લાના મીડિયાકર્મીઓ ભાગ લઇ શકશે.

 પત્રકાર વેલ્ફેર એસોસીએશન દ્વારા ગત વર્ષે વલસાડમાં મીડિયા એવોર્ડ પ્રતિયોગિતા- 2021 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત રેન્જ આઈજી ડો. રાજકુમાર પાંડિયન સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષની જેમ આ વર્ષે પણ પત્રકાર વેલ્ફેર એસોસીએશન દ્વારા મીડિયા એવોર્ડ પ્રતિયોગિતા-2022 યોજવાનું નક્કી કર્યું છે. એસો.ના પ્રમુખ હર્ષદ આહીરના જણાવ્યા મુજબ આ પ્રતિયોગિતામાં ફક્ત વલસાડ જિલ્લાના પત્રકારો જ ભાગ લઇ શકશે. બેસ્ટ હ્યુમન સ્ટોરી, બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી, બેસ્ટ ઈંપેક્ટ સ્ટોરી, બેસ્ટ પોઝિટિવ સ્ટોરી, બેસ્ટ ફોટો સ્ટોરી, બેસ્ટ વિડીયો ફૂટેજ, હટકે સ્ટોરી સહિતની કેટેગરીઓમાં પત્રકરોએ પોતાનાં દ્વારા ન્યૂઝપેપરમાં છપાયેલી કે ચેનલ ઉપર ચાલેલી મેટરો એસોસિએશનના ઇ-મેલ આઇડી patrakarwelfareassociation@gmail.com પર કેટેગરી લખી મોકલવાની રહેશે. જે એન્ટ્રી મોકલવાની અંતિમ તા. 31.01.2022 રાખવામાં આવી છે.
આ પ્રતિયોગીતામાં નિર્ણાયક તરીકે ગુજરાતમાં કામ કરતાં વિદ્વાન પત્રકારો દ્વારા જુદી જુદી કેટેગરીઓમાંથી બેસ્ટ સ્ટોરીઓ પસંદ કરી નિર્ણય લેવામાં આવશે. અને વિજેતા થયેલાં પત્રકારોને મીડિયા એવોર્ડ સમારોહમાં મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

(8:37 pm IST)