ગુજરાત
News of Thursday, 27th January 2022

પાર્લામેન્ટરી બોર્ડ અને વિધાનસભામાં બ્રહ્મસમાજના ઉમેદવારોને સ્થાન આપો : સી.આર. પાટીલને રજુઆત

રાજકોટ :  બ્રહ્મદેવ સમાજ ગુજરાતના આગેવાનોએ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને રૃબરૃ મળી રાજકીય સ્તરે બ્રહ્મસમાજને થઇ રહેલ અન્યાય દુર કરવા રજુઆત કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે ગુજરાતમાં બ્રહ્મસમાજ ૭૦ લાખની જનસંખ્યા ધરાવે છે. તેમ છતા પાર્લામેન્ટરી બોર્ડમાં કોઇ બ્રાહ્મણને સ્થાન મળેલ નથી. આગામી બોર્ડ નિગમની નિમણુંમાં ઝોન મુજબ છ જેટેલા નિગમમાં સ્થાન મળે તો યોગ્ય ગણાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત આગામી વિધાનસભામાં પણ બ્રાહ્મણ ઉમેદવારોને વસ્તી અને વફાદારીના ધોરણે ટીકીટો મળવી જોઇએ. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર, જુનાગઢ, વઢવાણ, વાંકાનેર, તળાજા જેવી વિધાનસભાની સીટો ઉપર બ્રહ્મસમાજના નિર્ણાયક મત ગણાય છે. ઉપરાંત અમદાવાદ શહેરમાં મણીનગર, વેજલપુર, એલીસબ્રીજ વિધાનસભા બેઠકો તેમજ વડોદરા શહેરની પણ ઘણી સીટો ઉપર બ્રાહ્મણ મતદારોનું પ્રભુત્વ રહેલુ છે. બ્રહ્મસમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી લાગણી અને માંગણી બ્રહ્મસમાજના આગેવાનોએ સી.આર. પાટીલ સમક્ષ વ્યકત કરી હોવાનું બ્રહ્મદેવ સમાજ ગુજરાતના રાષ્ટ્રીય મહાસચિવ મિલનભાઇ શુકલ (મો.૯૭૨૪૨ ૦૦૦૦૧) ની એક યાદીમાં જણાવાયુ છે.

(2:35 pm IST)