ગુજરાત
News of Thursday, 27th January 2022

સરહદ પર ભારતની રક્ષા કરનારા આપણાં જવામર્દ સૈનિકોની ભગવાન રક્ષા કરે એવી પ્રાર્થના છે: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

SGVP ગુરુકુલ ખાતે ઉજવાયું ૨૬ જાન્યુઆરી પર્વ

અમદાવાદ :  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌SGVPના પ્રાંગણમાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ૨૬ જાન્યુઆરી પર્વ ધામધુમથી ઉજવવામાં આવ્યુ હતું. વહેલી સવારે ૮-૧૫ કલાકે પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામી, શાસ્ત્રી માધવચરણદાસજી સ્વામી, ભકતવત્સલદાસજી સ્વામી, કોઠારી ધર્મનંદનદાસજી સ્વામીજીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ.

આ પ્રસંગે એસજીવીપી ઇંટરનેશનલ સ્કુલના પ્રિન્સીપાલ પદ્મા કુમાર સહિત તમામ સ્ટાફ, દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય સહિત તમામ સ્ટાફ, જાલમસિંહજી રાવલ સહિત તમામ ધર્મજીવન હોસ્ટેલ સ્ટાફ હાજર રહ્યો હતો.

આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આપણો ભારત દેશ આઝાદ થયા પહેલા ભારતની સ્થિતિની વાત કરી, આઝાદી અપાવવા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ વગેરે નેતાઓએ બલિદાન આપ્યા તેની વાત કરી હતી. 

શહિદોની સાથે ભારતની સંત શક્તિને પણ યાદ કરવી જોઇએ. એમણે ધર્મ અને સંસ્કૃતિ માટે સમગ્ર સંસાર કુરબાન કરી દીધો હતો.

સરહદ પર ભારતની રક્ષા કરનારા જવાંમર્દ સૈનિકોની ભગવાન રક્ષા કરે એજ પ્રાર્થના છે.

આ પ્રસંગે સ્વામીજીએ જણાવેલ કે આપણા ભારતના મહદ્ ભાગ્ય છે તે આપણને કાર્યદક્ષ, ગુજરાતના પનોતા પુત્ર, રાષ્ટ્રભકત, અધ્યાત્મ પુરુષ એવા નરેન્દ્રભાઇ મોદી જેવા વડાપ્રધાન મળ્યાછે. જેણે વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.

(1:13 pm IST)