ગુજરાત
News of Thursday, 27th January 2022

વિરમગામ તાલુકા સેવા સદન ખાતે તાલુકાકક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

વિરમગામના મદદનીશ કલેક્ટર અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દિપેશ કેડીયાના હસ્તે ધ્વજ વંદન કરાયુ : ઉત્કૃષ્ઠ કામગીરી કરનારાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા : વૃક્ષારોપણ, કોરોના વોરીયર્સને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ૨૬મી જાન્યુઆરી ૨૦૨૨ને બુધવારના રોજ સવારે ૯.૦૦ કલાકે તાલુકા સેવા સદન વિરમગામ ખાતે તાલુકાકક્ષાના પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામના મદદનીશ કલેક્ટર અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દિપેશ કેડીયાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ અને પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા વ્યક્તિઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ અને કોરોના વોરીયર્સને કોવીડ રસીનો પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિરમગામના મદદનીશ કલેક્ટર અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દિપેશ કેડીયા, મામલતદાર પી એમ ભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી ધવલભાઇ દેસાઇ, ચીફ ઓફિસર વિનોદભાઇ રાઠોડ, ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, વિરમગામ નગરપાલીકાના પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, ઉપપ્રમુખ દિપાબેન ઠક્કર, તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન દશરથભાઇ કોળી પટેલ સહિત પોલીસ  અધિકારી - સ્ટાફ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ, સામાજીક કાર્યકરો, પત્રકારો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

(12:15 pm IST)