ગુજરાત
News of Thursday, 27th January 2022

'વાંચે ગુજરાત'ના પ્રણેતા નવસારીના મહાદેવભાઈ દેસાઈનું નિધન: વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે ઇશ્વર એમના દિવંગત આત્માને શાંતિ આપે. મહાદેવભાઈ દેસાઈનું અનેક સામાજિક-સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન રહ્યું હતુ

 

નવસારીના મહાદેવભાઈ દેસાઈનું નિધન થયુ છે જેમણે 'વાંચે ગુજરાત' અભિયાનને સફળ બનાવવામાં મહત્વનુ પ્રદાન આપ્યું હતુ. જ પીએમ મોદીએ પણ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે ઇશ્વર એમના દિવંગત આત્માને શાંતિ આપે. મહાદેવભાઈ દેસાઈનું અનેક સામાજિક-સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન રહ્યું હતુ.

  મહાદેવભાઈ દેસાઈના આકસ્મિક નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેઓ ઘણા સામાજિક સેવાના ઉપક્રમોમાં અગ્રેસર હતા તથા વાંચન અને શિક્ષણને લગતી પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા માટે પ્રયત્નશીલ હતા. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ.॥

  અત્રે ઉલ્લેખનિય છે કે મહાદેવ દેસાઈ વાંચે ગુજરાત પ્રોજેક્ટના પણ પ્રણેતા હતા. આર્કિટેક્ટ મહાદેવ દેસાઈ પ્રામાણિકતા, પારદર્શકતા, કુશળ દ્રષ્ટિ અને સખત મહેનત, સમર્પણ, ધૈર્ય અને ખંત સાથે આઉટ ઓફ બોક્સ વિચારતા હતા. નવસારીના જાણીતા આર્કિટેક્ટ અને લેખક મહાદેવ દેસાઈનું હાર્ટ એટેકથી નિધન થયું છે.

મહાદેવ દેસાઈ વાંચે ગુજરાત પ્રોજેક્ટના પ્રણેતા હતા. નવસારીની સયાજી વૈભવ લાયબ્રેરીને ભવ્ય બનાવવામાં મહાદેવ દેસાઈનો સિંહફાળો રહ્યો છે. મહાદેવ દેસાઈના નિધનથી નવસારીએ એક લેખક, ઉમદા વિચારક અને ખ્યાતનામ આર્કિટેક્ટ કન્સલ્ટન્ટ ગુમાવ્યા છે.

મહાદેવ દેસાઈ જાણીતા એન્જિનિયરિંગ પ્રોફેશનલ હતા. દિવંગત પાસે MS યુનિવર્સિટી વડોદરામાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાંથી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હતી. દેસાઈ આસ્થાપતિ ડિઝાઈનર્સ એન્ડ કન્સલ્ટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના વડા પણ હતા. જે ભારતની અગ્રણી મલ્ટિડિસિપ્લિનરી કન્સલ્ટન્સી સંસ્થા છે. જે ડિઝાઈન સોલ્યુશન્સ ઓફર કરે છે અને આર્કિટેક્ચરલ, સિવિલ, સ્ટ્રક્ચરલ, ટ્રાન્સપોર્ટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરી હતી.

(11:42 pm IST)