ગુજરાત
News of Wednesday, 27th January 2021

પારડી પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અન્વયે પારડીમાં ટ્રાફિકના નિયમો અને કાયદાઓનું પાલન કરતા લોકોનું ફૂલ આપી સન્માન કરાયું

જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા અકસ્માત અટકાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે તેમની મુહિમમાં રંગ પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એન.ગોહિલ પૂરી રહ્યા છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : 32માં માર્ગ સલામતી માસ અન્વયે પારડી શહેરમાં ટ્રાફિકના નિયમો અને કાયદાઓનું પાલન કરતા લોકોનું ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ માસ્ક વગર નીકળતા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમા પારડી ન.પા.પ્રમુખ અને અન્ય આગેવાનો સાથે જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં  આવ્યું હતું.

 જ્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા અકસ્માત અટકાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે જેમા તેમની મુહિમ માં રંગ પારડી પોલીસ  સ્ટેશનના પીએસઆઈ બી.એન.ગોહિલ પૂરી રહ્યા છે

(11:37 pm IST)