ગુજરાત
News of Wednesday, 27th January 2021

વિરપોર ગામની શાળામાં દિવ્યાંગ યુવાને ધ્વજવંદન કરી શિક્ષણ સમાજ માં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ભારતના પીએમ એ દિવ્યાંગોને આપેલ ખાસ દરજ્જા ને સાર્થક કરવા જય પટેલ નામના યુવાન થકી ધ્વજવંદન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 72 માં ગણતંત્ર દિને નાંદોદ તાલુકાના ધાનપોર ગામના દિવ્યાંગ ગ્રેજયુએટ યુવાન જય નિલેશભાઈ પટેલ ના હસ્તે વિરપોર ગામની પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી ભારતીબેન વસાવા અને ગામના લગભગ 250 ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.શાળાના મુખ્ય શિક્ષક અશોકભાઈ પરમાર દ્વારા પ્રવચન આપવા આવ્યું જેમાં દિવ્યાંગ જયભાઈ ને પોતાના જીવનમાં મુશ્કેલીઓ પડી હોવા છતાં પોતે ગ્રેજયુએટ થયા તે સંઘર્ષ ગાથા તેમણે રજૂ કરી જેથી અન્ય દિવ્યાંગ ને એમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે, તેઓ દિવ્યાંગ હોવા છતાં રાજકીય ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે તે વાત કરી શાળાના આચાર્યએ પણ એક દિવ્યાંગ વ્યક્તિ દ્વારા ધ્વજ વંદન કરાવી શિક્ષણ સમાજ માં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ જણાવ્યું હતું. ગામના સરપંચે પણ પ્રોત્સાહક પ્રવચન કરી જયભાઈ નો ઉત્સાહ વધારી જીવનમાં ખુબ આગળ વધે તેવા આશિષ આપ્યા હતા. કોવિડ 19 ની પરિસ્થિતિને ધ્યાને રાખી ગણતંત્ર દીન ની ઉજવણી ખુબ ઉલ્લાસ પૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી.

(11:19 pm IST)