ગુજરાત
News of Wednesday, 27th January 2021

રાજ્યમાં 10 મહિના બાદ શાળાઓ ખોલવાના નિર્ણયથી સ્કૂલ વર્દીના રિક્ષાચાલકોમાં ખુશી

રિક્ષા ચાલકો અને શાળાની આસપાસની દુકાનોના વેપારીઓમાં હાશકારો

અમદાવાદ : રાજયમાં છેલ્લા 10 મહિનાથી કોરોના મહામારીના કારણે સ્કુલો બંધ રાખવામાં આવી હતી. ત્યારે આગામી 1 ફેબ્રુઆરીએથી ધોરણ 9 અને ધોરણ 10 વર્ગો શરુ કરવા થશે. શાળાઓ શરુ થતાની જાહેરાત થતા જ સ્કૂલવર્ધીના રિક્ષાચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, છેલ્લા 10 મહિનાથી સ્કૂલો બંધ હોવાને કારણે તેની સૌથી ભારે અસર સ્કૂલ વર્દીના રિક્ષાચાલકો ઉપર પડી હતી.

ગુજરાતમાં કોરોના કાળથી જ સ્કૂલો બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી હતી જેથી તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યું હતું. આ સાથે જ સ્કુલવર્ધીના રિક્ષા ચાલકોની રોજી બંધ થઈ ગઈ હતી. ત્યારે ફરી એકવાર આગામી 1 ફેબ્રુઆરીના રોજ ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરુ કરવા માટેની જાહેરાત થતા જ રિક્ષા ચાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

છેલ્લા 10 મહિનાથી સ્કૂલો બંધ હોવાને કારણે તેની સૌથી ભારે અસર સ્કૂલ વર્દીના રિક્ષાચાલકો ઉપર પડી હતી. વિદ્યાર્થીઓને ઘરેથી શિક્ષણ મેળવવાની વિચારણાથી સ્કૂલ વર્દીના રોટલા ઉપર લાત પડી હતી

સ્કૂલ વર્દીના રિક્ષાચાલકોએ કોરોના કાળ જેવા કપરા સમયમાં પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે આંખે અંધારા આવી ગયા હતા. અનલોક 1 અને અનલોક 2 નો પ્રારંભ થયા બાદ નાના મોટા વેપારીઓના ધંધા શરૂ થઇ ગયા હતા. જોકે, સ્કૂલો શરુ ન થતા સ્કૂલ વર્દીના રિક્ષાચાલકોએ પોતાની રિક્ષાને મીટર ભાડામાં ફેરવીને પોતાના ઘરના સભ્યોને બે ટાઇમ જમવાનું આપવાની મહેનત શરૂ કરી હતી.

તમને જણાવી દઈએ કે, કોરોના મહામારીમાં ઘણા લોકોની રોજી અને ધંધાઓ પર ભારે અસર જોવા મળી હતી અને ઘણા લોકોએ પોતાની નોકરી પરથી છુટા કરી દેવામાં આવ્યા હતા. આ સાથે રોજનું લાઈ દરરોજ ખાતા એવા રિક્ષા ચાલકો, પથારણવાળાઓ સહિતના લોકોની હાલત ભારે કફોડી જોવા મળી હતી

આ સાથે શાળાની બાજુમાં જે લોકો પોતાની દુકાનો લઈ બેઠા છે તેવા લોકોના ધંધાઓ છેલ્લા 10 મહિનાથી બંધ જ જોવા મળી રહ્યા છે. જો કે, આગામી 1 ફેબ્રુઆરીના રોજ શાળાઓ શરુ કરવાની જાહેરાત થતા જ આ લોકોએ હાશકારો અનુભવ્યો હતો

(10:04 pm IST)